Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝર ITI ખાતે રોજગાર, સ્વરોજગાર અને આર્થિક વિકાસલક્ષી પ્રવૃત્તિઓનું યોજનાકીય માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

  • March 06, 2023 

તાપી જિલ્લાના નિઝર ITI ખાતે NITI આયોગ ના Aspirational Block Program અંતર્ગત પસંદ થયેલ નિઝર અને કુકરમુંડા તાલુકા માટે રોજગાર, સ્વરોજગાર અને આર્થિક વિકાસલક્ષી પ્રવૃત્તિઓનું યોજનાકીય માર્ગદર્શન જિલ્લા સમાહર્તા ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને આપવામાં આવ્યું હતું. અધ્યક્ષસ્થાનેથી શ્રી દવેએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, સિધ્ધિ તેને વરે જે પરશેવે ન્હાય. તેમણે જીવનમાં મહેનતનું મહત્વ સમજાવી સૌને સ્વાધ્યાયથી સ્કીલ ડેવલપ કરવા માર્ગદર્શન આપ્યુ હતું. પોતાના જીવનના વિવિધ અનુભવો વર્ણવી વિદ્યાર્થીઓને અભ્યાસનું મહત્વ સમજાવ્યું હતું.






તેમણે G-20 અંગે તથા NITI આયોગના Aspirational Block Program અંતર્ગત પસંદ થયેલ નિઝર અને કુકરમુંડા તાલુકા માટે તાપી જિલ્લા વહિવટી તંત્રે આયોજન કરેલ વિવિધ બાબતો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. અંતે તેમણે સૌને આત્મનિર્ભર બની દેશના અને તાપી જિલ્લાના વિકાસમાં સહભાગી થવાના સંકલ્પ લેવડાવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર ધર્મેશભાઈ સોલંકીએ ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે એક સાથે અન્ય કોર્ષ પણ કરી પોતાની સ્કીલમાં મહારત હાંસલ કરવા અનુરોધ કર્યો હતો.






RSETIના આશિષભાઈ ચૌધરીએ કાર્યક્રમને અનુલક્ષી જરૂરી માર્ગદર્શન આપતા રહેવા જમવાની નિ:શુલ્ક સેવા સાથે RSETI હેઠળ ચાલતી વિવિધ તાલીમો, માર્ગદર્શક શિબિરો અંગે માર્ગદર્શન આપી તેનો લાભ લેવા વિદ્યાર્થીને અનુરોધ કર્યો હતો. EDIIના અધિકારી તેજસભાઇ મોદી દ્વારા પ્રેઝનટેશનના માધ્યમથી કૌશલ્ય અને ઉદ્યમશીલતા મંત્રાલય હેઠળ ચાલતા હસ્ત કલા સેતુ યોજના અંગે વિગતવાર માહિતી આપી હતી.





IIM અમદાવાદનાં ફેલો હાર્દિક પરમારે દેશના અમૃતકાલના પ્રથમ બજેટ માં જાહેર કરેલ Aspirational Block Program અંતર્ગત તાપી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ત્વરિત પગલાં ભરી નિઝર અને કુકરમુંડા તાલુકાના વિકાસ અર્થે વિવિધ કાર્યક્રમો અંગે જાણકારી હતી. કાર્યક્રમનાં અંતે આભારદર્શન ITIનાં પ્રિન્સીપાલ જ્યોતિષભાઇ ચૌધરીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં વ્યારા મામતદારએ, નિઝરના મામલતદાર, કુકરમુંડા મામલતદાર સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓ અને કુકરમુંડા અને નિઝર આઈટીઆઇના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application