Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાળકને દત્તક લેવા માટે માટેની યોજના

  • August 19, 2020 

દત્તક વિધાન ઍટલે ઍવી પ્રક્રિયા જેમાં ખાસ દત્તક સંસ્થા માં આશ્રય લેતું, ત્યજાયેલ, સમર્પિત થયેલ બાળકને દત્તક ઇચ્છુક વ્યકિત/દંપતી ઘ્વારા દત્તક લેવામાં આવે છે. જે કાયદેસરનું સંતાન કહેવાય. જેનો સંબંધિત અધિકારો, વિશેષધિકારો જવાબદારીઓ પોતાન જૈવિક બાળકો જેટલા જ રહે છે. અરજદાર શારીરિક, માનસિક, ભાવનાત્મક, આર્થિક તેમજ આરોગ્યની દ્ષ્ટિઍ સક્ષમ હોવા જાઇઍ. તેમજ  બાળક દત્તક લેવા માટે પ્રેરિત હોવા જાઇઍ. કોઇપણ દત્તક ઇચ્છુક અરજદાર પોતાની વૈવાહિક પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વિના (પરણિત, અપરણિત, ડિવોર્સી કે વિધવા, વિધુર) પણ અરજી કરી શકે છે. પછી ભલે તેને જૈવિક બાળક હોય કે ન હોય, જૈવિક બાળક હોય તો પણ અરજી કરી શકે છે. ઍકલી મહિલા કોઇપણ જાતનું બાળક દત્તક લઇ શકે. પરંતુ ઍકલો પુરૂષ સ્ત્રી જાતિના બાળકને દત્તક લેવા પાત્ર નથી. દત્તક ઇચ્છુક અરજદાર જા પરણિત હોય તો પતિ-પત્નિ બંનેની સંમતિ આવશ્યક છે. લગ્નના સ્થિર બે વર્ષ પુર્ણ  ન કરનાર દંપત્તિને બાળક દત્તક આપી શકાય નહિ. ચાર થી વધુ બાળક ધરાવનાર અરજદારને બાળક દત્તક આપવા પાત્ર નથી. ઓછામાં ઓછા ૧૮ વર્ષ સુધીના બાળક દત્તકવિધાન થઇ શકશે.

 

દત્તક ઇચ્છુક દંપત્તિઍ ઓનલાઇન નોîધણી માટે જરૂરી દસ્તાવેજામાં પાનકાર્ડની કોપી/પાસપોર્ટ, રહેઠાણના પુરાવા(આધારકાર્ડ/ચુંટણીકાર્ડ/પાસપોર્ટ/ડ્રાઇવીંગ લાઇસન્સ/લાઇટબીલની ઝેરોક્ષ/ટેલિફોન બીલની ઝેરોક્ષ), આવકનો પુરાવો, લગ્ન નોîધણીનું પ્રમાણપત્ર અને ફોટોગ્રાફસ, છુટાછેડાનું દસ્તાવેજ/મૃત્યુંનું પ્રમાણપત્ર(પતિ અથવા પત્નિ જે લાગુ પડતું હોય તે), જન્મનો દાખલો, આરોગ્ય ચકાસણીનું પ્રમાણપત્ર (ગાયનેક તબીબી અધિકારીનું પ્રમાણપત્રની જરૂર નથી. શારિરીક રીતે રોગમુકત અને તંદુરસ્ત અંગેનું પ્રમાણપત્ર, સિંગલ માતા-પિતાના કેસમાં કોઇ ઍક સગાસબંધીની બાંહેધારી લેવી જરૂરી છે.

 

દત્તક ઇચ્છુક માતા-પિતા બાળકને દત્તક લેવા માટે www.cara.nic.in  પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં www.cara.nic.in વેબસાઇટ ખોલી parents લીંક પર  કલીક કરવું eligibility પસંદ કરી register online ઉપર કલીક કરવું. ફોર્મમાં જરૂરી વિગત ભરી ઍકનોલેજમેન્ટની નકલ કાઢવી. દસ્તાવેજાની સ્કેન PDF ફાઇલ ઓનલાઇન અપલોડ કરવું.

 

દસ્તાવેજ અપલોડ કર્યા બાદ ઍકનોલોજમેન્ટ પત્રની પ્રિન્ટ કાઢવી. ઓનલાઇન પ્રક્રિયા પુર્ણ થયા બાદ સિનીયોરીટી લીસ્ટ પ્રમાણે CARINGS ઘ્વારા બાળકનું રીઝર્વેશન માટે આપવામાં આવેલ  ઇ-મેઇલ આઇ.ડી. અને ફોન નંબર પર મેસેજ આવશે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા બાળ સુરક્ષા ઍકમ, બ્લોક સી, જિલ્લા સેવા સદન, જુનાથાણા, નવસારી ફોન નંબર (૦૨૬૩૭) ૨૮૧૪૪૦ પર સંપર્ક સાધવા તેમજ ઇ-મેઇલ [email protected] પર જાણ કરી શકાશે. તેમ નવસારી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી હેમલતા ગંજી ઘ્વારા જણાવાયું છે.        


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application