વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર (TDO) જીતેશ ત્રિવેદીના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા તેમજ કોમ્પ્યૂટર ઓપરેટર તરીકેની નોકરી કરતાં યોગેશ પરમારને વડોદરા એ.સી.બી.એ રૂપિયા 1.50 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપી પાડયા હતાં. જયારે સાંજે એ.સી.બી.ની ટ્રેપને પગલે કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે રૂપિયા 1.50 લાખની લાંચ ઉપરાંત પરફ્યૂમ, કાજુ-બદામ અને મિઠાઇઓના પેકેટો પણ એ.સી.બી. દ્વારા કબ્જે કરવામાં આવ્યા હતાં. જયારે પી.એ. યોગેશ પરમારે કોના કહેવાથી લાંચ લીધી તે અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application