Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Pepsico company ભારતનાં મધ્યપ્રદેશમાં બીજું ઉત્પાદન સુવિધા ઉભી કરશે

  • April 04, 2024 

પેપ્સિકો કંપની ભારતમાં તેની વિસ્તરણની યોજના બનાવી રહી છે. ત્યારે તેના ભાગરૂપે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ફ્લેવર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા માટે રૂ. 1,266 કરોડનું રોકાણ કરશે. કંપનીના નિવેદન અનુસાર, 22 એકરમાં ફેલાયેલો આ પ્લાન્ટ ભારતમાં પેપ્સિકોના પીણા ઉત્પાદનમાં વધારો કરવા માટે સ્થાપવામાં આવી રહ્યો છે. જેનાથી વધારે રોજગારીનું સર્જન કરવામાં અને સ્થાનિક અર્થતંત્ર પર સકારાત્મક અસર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. જેની કામગીરી થોડા સમયમાં જ શરૂ કરવામાં આવશે. એક અમેરિકન બહુરાષ્ટ્રીય ખાદ્ય, સ્નેકસ અને પીણાની કંપની છે પેપ્સીકો ભારતમાં તેનો મોટા પાયે પ્લાન્ટ સ્થાપવાની તૈયારીમાં છે.


તેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જાગ્રત કોટેચાએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ સરકારના સમર્થનથી, અમે આ પ્રદેશના સામાજિક-આર્થિક લેન્ડસ્કેપને વધારવામાં પ્રભાવશાળી પ્રગતિ કરીને અમારી પહોંચને વિસ્તારવાનું લક્ષ્ય રાખીએ છીએ.  PepsiCo India સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બેવરેજિસ જ્યોર્જ કોવૂરે જણાવ્યું હતું કે નવું યુનિટ ભારતમાં કંપનીનું બીજું ઉત્પાદન સુવિધા હશે.કંપની પાસે હાલમાં પંજાબના ચન્નો ખાતે એક (ફ્લેવર) ઉત્પાદન સુવિધા છે. અગ્રણી બેવરેજ અને ફૂડ મેન્યુફેક્ચરિંગ કંપની પેપ્સિકોએ આજે ​​જણાવ્યું હતું કે તે આસામના નલબારીમાં તેનો પ્રથમ ખાદ્ય ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 778 કરોડનું રોકાણ કરશે.


પેપ્સિકોના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 44.2 એકરમાં ફેલાયેલા આ પ્લાન્ટને 2025 માં શરૂ કરવાની દરખાસ્ત છે અને તેનો ઉદ્દેશ્ય આસામના 500 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની તકો પૂરી પાડવાનો છે. પેપ્સિકો ઈન્ડિયાએ આસામ કૌશલ્ય વિકાસ મિશન અને રોજગાર અને કારીગરો તાલીમ નિદેશાલય સાથે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા અને ક્ષેત્રમાં મહિલાઓની રોજગાર ક્ષમતા વધારવા માટે સલામત અને સહાયક કાર્ય વાતાવરણ બનાવવા માટે ત્રિપક્ષીય એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. કંપનીનો લક્ષ્‍યાંક ઓછામાં ઓછો 75 ટકા મહિલાઓનું પ્રતિનિધિત્વ કરવાનો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application