તારીખ 31 ડીસેમ્બરથી 12 જાન્યુઆરી સુધીનાં સમય માટે આયોજીત કરવામા આવેલા ફલાવર શોથી મ્યુનિ.તંત્રને ધીંગી આવક થતા ફલાવર શોને તારીખ 15 જાન્યુઆરી સુધી લંબાવવા નિર્ણય કરાયો છે. જોકે ફલાવર શો અને અટલબ્રિજ પેટે મ્યુનિસિપલ કોર્પોરેશનને 9 જાન્યુઆરી સુધીમાં રૂપિયા 1.76 કરોડથી પણ વધુ આવક થવા પામી છે. શહેરના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે અગાઉ 12 જાન્યુઆરી સુધી આયોજીત કરવામા આવેલા ફલાવર શોની મુદતમા ત્રણ દિવસનો સમય વધારવાનો નિર્ણય કરાયો છે.
રીક્રીએશન કમિટીનાં ચેરમેન રાજેશ દવેના કહેવા પ્રમાણે, 9 જાન્યુઆરી સુધીમા ફલાવર શો માટે કુલ મળીને 4.18 લાખ અને અટલ બ્રિજ પેટે 1.80 હજાર ટિકીટનુ વેચાણ થવા પામ્યુ હતુ. કુલ 5.98 હજાર ટિકીટનાં વેચાણથી મ્યુનિ.તંત્રને 1,76,88,600/-ની આવક થવા પામી હતી. આ ઉપરાંત ફલાવર શોમા અંદાજે 3 લાખથી વધુ બાળકોએ પણ મુલાકાત અત્યાર સુધીમા લીધી છે. આમ 9 લાખથી વધુ મુલાકાતીઓએ ફલાવર શોની 9 જાન્યુઆરી સુધી મુલાકાત લીધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500