જિલ્લામાં ચાર દિવસથી ભારે પડી રહેલા ભારે વરસાદના કારણે તેમજ ઉપરવાસમાં આવેલા વરસાદના કારણે નદી નાળાઓમાં ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યા છે. જેને લઈને વ્યારા તાલુકાના ઝાંખરી નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થતાં નદી કિનારે ઘરો પાણી ભરાઈ જાય તેવી શકયતા ઊભી થઈ હતી.
તાપી જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિ ઊભી થઇ છે. વાલોડથી પસાર થતી વાલ્મિકી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ઘરો તેમજ કાચા ઝૂંપડામાં પાણી ભરાઈ જતા સહીસલામત ખસેડાયા હતા. ડોલવણ તાલુકાના 16 ગામોના લોકો અને વાલોડ અને ઉચ્છલના 1-1 ગામના લોકોને સ્થળાંતર કરાયા.જિલ્લામાં હજુ સુધી કુલ 18 ગામોમાંથી 439 લોકોને સ્થળાંતર કરી તેમને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.
એનડીઆરએફ બચાવના સાધન સામગ્રી સાથે સજજ થઈ ગઈ છે.
ડોલવણ તાલુકામાં છેલ્લા કેટલાય દિવસથી ભારે વરસાદને કારણે તમામ નદીઓ અને નાળાઓ છલકાઈને ભયજનક સપાટીની ઉપર વહી રહ્યા છે. એ તરફ વરસાદની આગાહી વધુ હોય જેને લઈને તાપી જિલ્લાના ડોલવણ ખાતે એનડીઆરએફની એક બચાવ ટુકડી તૈનાત કરી દેવાય છે. એનડીઆરએફ બચાવના સાધન સામગ્રી સાથે સજજ થઈ ગઈ છે.જેને લઈને ડોલવણ વિસ્તારમાં કોઈ પણ સ્થળોએ આ ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500