નવસારી શહેરમાં વરસતા વરસાદને કારણે અનેક લોકોને મુશ્કેલી ઊભી થઈ છે. જયારે ગતરોજ 4 કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. જેથી શહેરમાં જળબંબાકારની સ્થતિ બની હતી. છેલ્લા અઠવાડિયાથી વરસતા વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારનાં ઘરોમાં રોડ, રસ્તાઓને દુકાનોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે.
જયારે શહેરનાં પશ્ચિમ વિસ્તાર એવા હીરા મેન્શનથી લઈને ગાયત્રી સંકુલ સુધીનાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદ વરસ્યા બાદ ભરાતા પાણીને કારણે ગટરનું ગંદુ દુર્ગંધ મારતું પાણી ઘરોમાં બેક મારતા આ મામલે પાલિકાને અનેક વખત કરેલી ફરિયાદનું નિરાકરણ ન આવતી હોવાની માંગ સ્થાનિકો ઉઠી છે. પશ્ચિમ વિસ્તારમાં અનેક ઘરો નીચાણ વાળા હોવાને કારણે પાલિકા દ્વારા વરસાદી પૂરને કારણે ગટરનાં ઢાંકણા ખોલી દીધા બાદ વરસાદનું પાણી પ્રેશર સાથે ડ્રેનેજમાં જાય છે.
જેથી નીચાણવાળા ઘરોમાં ઉભરાવાની સમસ્યા સામે આવી છે. ગાયત્રી સંકુલ સહિત વિસ્તારમાં જોવા મળ્યું છે કે, વરસાદ આવે ત્યારે જ ગટર વાટે પાણી ઘરોમાં આવે છે. લાંબા સમયથી ગટરોની સાફ-સફાઈ પાલિકા દ્વારા ન થતી હોવાની ફરિયાદો પણ સ્થાનિકો કરી રહ્યા છે.
અનેક વખત પાલિકા કચેરીએ ધક્કો ખાઈને ફરિયાદ કરવા છતાં પણ કર્મચારીઓને ગટરની સાફ-સફાઈમાં કોઈ જ રસ ન રહ્યો હોય તેવી વાત સ્થાનિકો કરી રહ્યા છે. આમ ગાયત્રી સંકુલ સહિતમાં પણ આ જ પ્રકારની સમસ્યા સામે આવી છે. આ વિસ્તારોમાં રહેતા મોટાભાગનાં સિનિયર સિટીઝન વર્ગને વરસાદી માહોલમાં ઘરોમાંથી મહા મુશ્કેલીયે પાણી બહાર કાઢવાનો વારો આવે છે. મહિલાઓ આ પાણી ભરાવાના કારણે સૌથી વધુ મુશ્કેલીમાં મુકાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500