વાપી જી.આઈ.ડી.સી. ગુંજન ચાર રસ્તા પાસે એક ટેમ્પોના ચાલકે તેનું વાહન પુરપાટ હંકારીને રાહદારીને ટક્કર મારી હતી. આ સાથે જ આગલા વ્હીલ તેના બંને હાથો ઉપર ચઢાવી દેતા આ રાહદારીને હાથ તથા છાતીનાં ભાગે ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ ઘટના સ્થળે ટ્રાફિક નિયમન કરતા ટીઆરબીએ ૧૦૮ને ફોન કર્યો હતો. પરંતુ તેને આવતા ૨૫ મિનિટનો સમય લાગે તેમ જણાવતા ટેમ્પો માલિક મુકેશ ભગત તેની ફોર વ્હીલ ગાડીમાં જ રાહદારીને હરીયા હોસ્પિટલમાં લઈ ગયા હતાં. ત્યાં સારવાર દરમિયાન રાહદારીનું મોત નિપજ્યું હતું. મૃતકની ઓળખ સુનીલ સુબેદાર દીન (ઉ.વ.૪૦) હોવાની થઈ હતી. જો કે તેના કોઈ વાલી વારસ મળી આવ્યા ન હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application