Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાદરી બજિન્દર સિંહને દુષ્કર્મનાં કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી

  • April 01, 2025 

પંજાબનો સ્વયંભૂ પાદરી બજિન્દર સિંહને મોહાલી કોર્ટે હાલમાં જ દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત કર્યો છે. આજે કોર્ટે તેને આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ મામલે કોર્ટે 28 માર્ચે જ તેને દોષિત જાહેર કરી દીધો હતો. તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે પીડિતાને સાત વર્ષ બાદ ન્યાય મળ્યો છે. આ દુષ્કર્મના કેસમાં કુલ છ આરોપી હતાં. જેમાં પુરાવાના અભાવે પાંચનો બચાવ થયો હતો. પરંતુ બજિન્દર વિરૂદ્ધ પુરાવા સાબિત થતાં તેને સજા ફટકારવામાં આવી છે. 2018માં તેના પર યૌન ઉત્પીડનનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પીડિતાએ કોર્ટમાં દલીલ કરી હતી કે, બજિન્દર વિકૃત માનસિકતા ધરાવે છે. તે જેલમાંથી બહાર આવ્યા બાદ પણ આ પ્રકારના કૃત્યો કરતો રહેશે.


તેથી હું તેને જેલમાં જોવા માગું છું. કોર્ટના આ નિર્ણયથી આજે અનેક પીડિતાઓને ન્યાય મળ્યો છે. પીડિતાએ ડીજીપીને પોતાના જીવ પર જોખમ હોવાનું કહી સુરક્ષા માટે અરજી પણ કરી છે. પીડિતાના પતિએ સાત વર્ષ સુધી કેસ લડ્યો હતો. તેણે પણ કોર્ટનો નિર્ણય સ્વીકાર્યો છે. તેણે જણાવ્યું કે, આ કેસમાં અમને સાત વર્ષમાં અનેક મુશ્કેલીઓ નડી છે. તેણે કોર્ટને ગેરમાર્ગે દોર્યા હતાં. તેણે અમારી વિરૂદ્ધ ખોટી એફઆઈઆર પણ નોંધાવી હતી. જેના લીધે મને છ મહિનાની જેલની સજા થઈ હતી. અમને ન્યાય પર વિશ્વાસ હતો અને આજે અમારી જીત થઈ છે. બજિન્દર વિરૂદ્ધ પોલીસે 2018માં દુષ્કર્મનો કેસ નોંધ્યો હતો. તે સમયે તેની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. બજિન્દર લંડન ફરાર થવાની ફિરાકમાં હતો.


પંજાબના મોહાલીમાં એક મહિલાએ તેની વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પીડિતા 2016માં બજિન્દરના સંપર્કમાં આવી હતી. બજિન્દરે 2017માં તેને ઢાબા પર મળવા બોલાવી હતી. પીડિતાને પોતાની સાથે યુકે લઈ જવાનું કહી તેને પાસપોર્ટ લાવવા કહ્યું હતું. જ્યાં અન્ય એક આરોપી સાથે કારમાં બેસી ચંદીગઢ જવા કહ્યું હતું. યુકે લઈ જવાની લાલચે તેણે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવા ફરજ પાડી હતી. તે સમયે પીડિતાને તેણે બેભાન પણ કરી હતી. બાદમાં તેનો વીડિયો બનાવી અવારનવાર ધમકી આપી રહ્યો હતો. તેણે તેની પાસે વિદેશ જવા એક લાખ રૂપિયાની પણ માગ કરી હતી. પીડિતા બજિન્દર સાથે આ મુદ્દો ઉકેલવા માગતી હતી. તે બજિન્દરના ઘરે ગઈ હતી. જ્યાં તેની સાથે અન્ય પાંચ લોકો ઉપસ્થિત હતાં. તેમણે તેનું શારીરિક શોષણ કર્યું તેમજ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application