Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હીનાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ રદ થતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો

  • September 02, 2022 

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગતરોજ રાત્રે લગભગ 12 વાગ્યે 2 ઈન્ટરનેશનલ ફ્લાઈટ રદ થવાને કારણે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. અહીં લગભગ 150 મુસાફરો IGI ટર્મિનલ 3ના પ્રસ્થાન ગેટ નંબર 1 સામે મુખ્ય માર્ગ પર ઉભા હતા.




તો બીજી તરફ આ મુસાફરોને કારણે અન્ય લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. IGI એરપોર્ટના DCPએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, લુફ્થાંસા એરલાઈન્સની ફ્રેન્કફર્ટ અને મ્યુનિક જતી 2 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. તેથી આ કારણે લોકો તેમના પૈસા પરત કરવા અને બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા હતા.




જોકે લગભગ 2 કલાક સુધી મુસાફરોનો હંગામો ચાલુ રહ્યો હતો.  અહેવાલ અનુસાર, પાયલોટ યુનિયનની એક દિવસીય હડતાળને કારણે જર્મનીની લુફ્થાંસા એરલાઈન્સને ગુરૂવારે લગભગ 800 ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. આ કારણે વિશ્વભરનાં આ એરલાઈન્સનાં દોઢ લાખથી વધુ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.



જયારે વધુમાં DCPએ કહ્યું હતું કે, IGI એરપોર્ટ પર બપોરે 12.15 વાગ્યે માહિતી મળી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, ટર્મિનલ 3નાં પ્રસ્થાનન ગેટ નંબર-1ની સામે મુખ્ય માર્ગ પર ભીડ એકઠી થઈ ગઈ છે. આ ઘટના સ્થળે પહોંચીને જાણવા મળ્યું હતું કે, લગભગ 150 લોકો ત્યાં હાજર હતા અને તેના કારણે ટ્રાફિકની ગતિ ધીમી પડી ગઈ હતી. આ લોકો પૈસા પરત કરવા અને ટર્મિનલ ભવનની અંદર હાજર તેમના સંબંધીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application