Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લાની પારડી સંસ્કૃત મહાવિદ્યાલય ગુજરાત કક્ષાની શાસ્ત્રીય જ્ઞાન સ્પર્ધામાં ત્રીજા ક્રમે વિજેતા

  • January 07, 2024 

સંસ્કૃત ભાષા ન હોત તો પારસી સમુદાયનું તત્વજ્ઞાન આજે વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી શકાયું ન હોત, વડા દસ્તુર ગુજરાત કક્ષાની ૩૨મી શાસ્ત્રીય જ્ઞાન સ્પર્ધામાં બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્કૃત મહાવિદ્યાલયે મોખરાનું ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી ગૌરવ પ્રાપ્ત કર્યું છે. વિવિધ શાસ્ત્રીય કસોટી, અમરકોશ, ગીતા, કાદંબરી, રામાયણ, વેદાંત શ્લોક કંઠ પાઠ, સંસ્કૃત અંત્યાક્ષરીમાં અગ્રસિદ્ધિ પ્રાપ્ત કરનાર ૧૯ ઋષિકુમારોના તપોમય અભ્યાસને અભિનંદવાનો તપોવંદના કાર્યક્રમ સ્વાધ્યાય મંડળ ખાતે યોજાયો હતો. કાર્યક્રમના અતિથિવિશેષ અગ્રણી સમાજસેવીએ દસ વર્ષના ટૂંકા ગાળામાં પ્રાપ્ત કરેલી વિદ્યાલયની સિદ્ધિને પ્રશંસી ઋષિકુમારોના ઉજ્જવળ ભાવિ માટે શુભેચ્છા સેવી હતી.



જિલ્લા શિક્ષણાધિકારી મણિલાલ ભુસારાએ પોતાના આશ્રમશાળાના સંસ્મરણ સંદર્ભે પાઠશાળાની જીવનલક્ષી કેળવણી અંગે અહોભાવ દર્શાવી ઋષિકુમારોના પ્રયાસોને તપોમય સાધના તરીકે વર્ણવી અભિનંદન પાઠવતા સ્વાધ્યાય મંડળની સંસ્કૃતમય સંસ્કારલક્ષી પ્રવૃત્તિ માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો. ઋષિકુમારોની વૈદિક તેજસ્વી સાધનાથી અભિભૂત પાક ઈરાનશાહ આતશ બહેરામ, ઉદવાડાના વડાશ્રી દસ્તુરજી ખુરશેદ દસ્તુરે મનોભાવ વ્યક્ત કરતા કહ્યું હતું કે, આજે હું વાસ્તવમાં ઋષિકુમારોના આશિષ લેવા આવ્યો છું. નટખટ વિદ્યાર્થી જીવનને યાદ કરી એમણે ગુરુજનોના પાવન સાનિધ્યમાં ખરેખરું શિક્ષણ પ્રાપ્ત થતું હોવાનો વિશ્વાસ દર્શાવ્યો હતો. ગીતા અને અવસ્તા જેવા ગ્રંથોમાંથી આપણને અગ્નિ તત્વની ઉપાસનાનો બોધ મળે છે.



સંસ્કૃત ભાષા ન હોત તો અમારા પારસી સમુદાયનું તત્વજ્ઞાન આજે વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી શકાયું ન હોત. માતૃભૂમિની વંદના અને કર્તવ્ય પ્રત્યેની સભાનતા કેળવાય એ જ શિક્ષણનો ઉદ્દેશ હોવો જોઈએ. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના આ દિશામાં સર્વોત્તમ પ્રયાસોને સફળતા મળે એવી પાક ઈરાન શાહને લાખ લાખ દુવા છે. આ પ્રસંગે સુવર્ણ, રજત અને કાંસ્ય પદક મેળવનાર તેજસ્વી ઋષિકુમારોનું મહાનુભાવોના હસ્તે પુસ્તક, ધોતી અને દક્ષિણા અર્પણ કરી અભિવાદન કરાયું હતું. ઋષિકુમારોએ સ્પર્ધામાં કરેલ ઝળહળતા દેખાવ અંગેનું વિડીયો-નિદર્શન નિહાળી સૌ મંત્રમુગ્ધ થયા હતા.



કાર્યક્રમના આરંભે રાજ્યકક્ષાની આ સ્પર્ધાની વિશેષતા સંદર્ભે તલસ્પર્શી માહિતી આપતાએ ઋષિકુમારોની નેત્રદીપક સફળતા પાછળના સઘન પ્રયાસો વર્ણવી ભાવિમાં સૌના આશિષ, શુભેચ્છા અને અધિક પ્રયાસોથી પ્રથમ ક્રમાંકની સિદ્ધિ પ્રાપ્તિ અંગે અથાક પ્રયત્નો અંગે સધિયારો આપ્યો હતો. સંસ્થાના મહામંત્રી રાજેશભાઈ રાણાએ ધન્યવાદ અર્પી બહોળી સંખ્યામાં પધારેલ ભાવક શ્રોતાજનોનો ઋણ સ્વીકાર કર્યો હતો. માતૃભૂમિની વંદના કરતી સંસ્કૃત પ્રાર્થના "નમસ્તે સદા વત્સલે માતૃભૂમે"નું હૃદયંગમ સ્તવન કરી તપોવંદનાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ ભાવપૂર્ણ કાર્યક્રમનું લાક્ષણિક સંચાલન પરેશભાઈ ગુરુજીએ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application