મુંબઈ દહીસર ખાતે ગોકુલ ભરવાડ એપાર્ટમેન્ટમાં રહેતા અને રાધા ક્રિષ્ના મંદિરમાં પૂજા પાઠનું કામ કરતા યશ જનકભાઈ દેસાઈ પોતાની સ્વીફ્ટ કાર નંબર એમએચ/02/બીવાય/2037માં સવાર થઈ તેના ફુવા વિપુલ ત્રિવેદી અને ફુઈ કૈલાશબેન સાથે અમદાવાદ વતન જવા નીકળ્યા હતા. તે દરમિયાન પારડી ખડકી નેશનલ હાઇવે નંબર-48 નો બ્રિજ ઉતરતા તેમના પાછળ પુરઝડપે આવેલી ટ્રક નંબર ડીડી/01/ઈ/9153એ પાછળથી ટક્કર મારી હતી જેને પગલે કાર હાઇવે ફંગોળાઈ આગળ ચાલતી અન્ય એક કાર સાથે અથડાઈ હતી. જેમાં કારને આગળ પાછળ ભારે નુકશાન પહોંચ્યું હતું. આ અકસ્માતમાં કારમાં સવાર બંને લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો જયારે કારમને ભારે નુકશાન થયું હતું. બનાવ અંગે પારડી પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application