વલસાડ જિલ્લાનાં પારડી સાંઢપોર ખાતે આવેલ તળાવની પાળ ઉપર અમદાવાદના બહેરામપુરાના શ્રમિક ચુનાજી બગદાજી ભાટી તેમના કપડાં ધોઈ રહ્યા હતા. કપડાં ધોવાય બાદ બહાર નીકળવા જતા પગથિયાં ઉપર લાગેલી લીલને લીધે પગ લપસી જતા ચુનાજી ભાટી તળાવમાં પડ્યો હતા. ત્યારબાદ સ્થાનિક લોકોએ અને સ્થાનિક તરવૈયાઓ તેમજ સીટી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે અને તરવૈયાઓએ લાશને બહાર કાઢી હતી. પોલીસે લાશનો કબ્જો મેળવી લાશનું પોસ્ટમોર્ડમ કરવી આગળની તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસને કપડામાં ચેક કરતા ચુનાજી ભાટીનો આધાર કાર્ડ મળ્યો હતો જે આધારે પોલીસે ચુનાજીના પરિવારના સભ્યોને બનાવની જાણ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application