સુરતના પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ગામે ગરમીથી બચવા ગેલેરીમાં ગયેલ મહિલા ત્રીજા માળેથી નીચે જમીન પર પડતાં મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મહિલાનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે કડોદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશનાં અને હાલ પલસાણાનાં તાંતીથૈયા ગામ ખાતે સોનિપાર્ક-2માં રહેતી 30 વર્ષીય માયા શિવકરણ છેદાલાલ કુલવા કબીર પોતાના પરિવાર માટે ગતરાત્રી દરમિયાન 9 વાગ્યાની આસપાસ ઘરે જમવાનું બનાવાતી હતી.
તે દરમિયાન વીજળી ડુલ થઈ હતી. જેથી મહિલાને ગરમી લાગતા એપાર્ટમેન્ટની ગેલેરીમાં આવી હતી. જોકે રાત્રીના અંધારામાં મહિલાને સેફ્ટી દીવાલ નહિ દેખાતા મહિલા પોતાના ફ્લેટના ત્રીજા માળેથી નીચે જમીન પર પટકાઈ હતી. મહિલા નીચે પટકાતાની સાથે મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઘટના બનતાની સાથે જ સ્થાનિકો એકત્ર થયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા 108 ઘટના સ્થળે પહોંચી મહિલાને મૃત જાહેર કરી હતી. ઘટના અંગે કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને મહિલાનાં મૃતદેહ પર કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application