સુરત જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં વીજ વાયરની ચોરી કરી કુલ 26 ગુનામાં નાસતા ફરતા આરોપી રિઝવાન રાઈનને પલસાણા પોલીસે દબોચી લીધો હતો અને તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુરત ગ્રામ્ય પોલીસ વડાએ સુરત જિલ્લા પોલીસને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારે પલસાણા પોલીસે નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અને બાતમીદારોને કામે લગાડી દીધા હતા.
ત્યારે પલસાણા પોલીસ મથક ખાતે ફરજ બજાવતા પી.આઇ તથા અ.હે.કો.ને ખાનગી રાહે બાતમી મળી હતી, છેલ્લા સાત મહિનાથી વીજ વાયર ચોરીના કુલ 26 ગુનામાં નાસતો ફરતો માસ્ટરમાઈન્ડ આરોપી રિઝવાન રાઈન ઉત્તરપ્રદેશ રાજ્યમાં છે જે ચોક્કસ બાતમીના આધારે અ.હે.કો તથા પો.કો ઉત્તરપ્રદેશી રવાના થયા હતા અને આ આરોપીને ઝડપી લીધો હતો. તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલ આરોપી વિરુદ્ધ સુરત જિલ્લાના બારડોલી, પલસાણા સહિતના પોલીસ સ્ટેશનમાં કુલ 26 ગુના નોંધાયેલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application