પલસાણાનાં તુંડી ગામે એક મકાનનાં ધાબા પર રાત્રીનાં સુમારે લાઇટનાં અજવાળે કેટલાક ઇસમો જુગાર રામી રહ્યા હોવાની બાતમી આધારે પલસાણા પોલીસે રેઇડ કરતા 1 લાખથી વધુનાં મુદ્દામાલ સાથે 11 જુગારીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પલસાણા તાલુકાનાં તુંડી ગામે વૃંદાવન સોસાયટીનાં મકાન નંબર-164નાં ધાબા પર લાઇટનાં અજવાળે કેટલાક ઇસમો પાના પર જુગાર રમતા હોવાની બાતમી પલસાણા પોલીસને મળી હતી.
જેથી પલસાણા પોલીસે તાત્કાલિક સ્થળ પર જઈ રેઈડ કરી જુગાર રમી રહેલા શિવલાલ નામદેવ પવાર (ઉ.વ.43), ગહીનીનાથ ઉત્તમ પવાર (ઉ.વ.32), સુનીલ શિવાજી પવાર (ઉ.વ.24., ત્રણેય રહે.ક્રિષ્ણા સોસાયટી, તુંડી ગામ, પલસાણા), સાહેબરાવ તુકારામ ચૌહાણ (ઉ.વ.32), પ્રમોદ ભીમરાવ પવાર (ઉ.વ.30) અને કઠુ આંબાદાસ મોહિતે (ઉ.વ.28., ત્રણેય રહે.વૃંદાવન સોસાયટી), પુંડલીક ચંદુ મોહીતે (ઉ.વ.32.,રહે. શિવપાર્ક સોસાયટી, તુંડી ગામ, પલસાણા), સુરેશભાઈ શ્રીરંગ ચૌહાણ (ઉ.વ.32., રહે.દ્વારકેશ સોસાયટી, તુંડી ગામ,પલસાણા), ક્રિષ્ણા બાબુભાઈ રાઠોડ (ઉ.વ.23., રહે.શિવાલીયા સોસાયટી, તુંડી ગામ, પલસાણા)નાંને ઝડપી પાડી દાવ પર મૂકેલા 17,800/- રૂપિયા, અંગઝડતીમાંથી મળેલ રોકડ રૂપિયા 87,540 મળી કુલ 10,5,340/- રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500