મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાને એવા આરોપ લગાવ્યો છે કે, ભારત પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરી રહ્યું છે અને તેના નાગરિકો અને આતંકવાદીઓને મારી રહ્યું છે. પાકિસ્તાનના આ આરોપોને ચીને પણ સમર્થન આપ્યું છે. ચીને કહ્યું કે ઈસ્લામાબાદ દ્વારા કરવામાં આવેલા દાવા પર ધ્યાન આપવાની જરૂર છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે આતંકવાદ વિરુદ્ધ બેવડા ધોરણોનો વિરોધ કરીએ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ ઉપર સંયુક્ત રાષ્ટ્ર સંધ દ્વારા પ્રતિબંધ લાદવાની કાર્યવાહીને ચીન અવરોધી રહ્યું હોવાનું ભારત સતત આરોપ કરતું રહ્યું છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ ઉપર સયુંક્ત રાષ્ટ્રના પ્રતિબંધ લાદતા અટકાવવા માટે ચીન પોતાના વિશેષાધિકારનો દુરઉપયોગ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટમાં ચીન અલગ અલગ વાતો કરતું હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ રિપોર્ટમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ‘હું ભારપૂર્વક કહેવા માંગુ છું કે આતંકવાદ માનવતાનો સામાન્ય દુશ્મન છે.’ પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે ચીન તમામ પ્રકારના આતંકવાદ સામે સંયુક્ત રીતે લડવા માટે તમામ દેશો વચ્ચે આતંકવાદ વિરોધી સહયોગને મજબૂત કરવા માટે છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેમની પાસે ગયા વર્ષે ભારતીય એજન્ટો અને બે આતંકવાદીઓની હત્યા વચ્ચેના સંબંધોના પૂરતા પુરાવા છે. ભારતે પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે આ દેશ આતંકવાદનું કેન્દ્ર રહ્યો છે અને પાકિસ્તાન જેવુ વાવશે તેવું લણશે તેમાં કોઈ બે મત નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500