Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે દાવો કર્યો કે,"બુશરાના જીવને ખતરો છે"

  • April 17, 2024 

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીએ સોમવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે તેની સબજેલના વોશરૂમમાં ગુપ્ત કેમેરા લગાવવામાં આવ્યા છે. પોતાની અરજીમાં તેણે આરોપ લગાવ્યો છે કે તેનો રૂમ અને બાથરૂમ ખરાબ હાલતમાં છે અને તેમાં છુપા કેમેરા લગાવવામાં આવ્યા છે. આ પહેલા 2020માં પંજાબના સીએમ મરિયમ નવાઝે અગાઉની સરકાર પર આવો જ આરોપ લગાવ્યો હતો. તેની અટકાયત દરમિયાન તેના સેલ અને બાથરૂમમાં કેમેરા લગાવવામાં આવ્યા હતા.


આ ઉપરાંત ઈમરાન ખાનની પત્નીએ પણ જજને વિનંતી કરી છે કે તેઓ હોસ્પિટલમાં તેમનું મેડિકલ કરાવે. તેણે અરજીમાં આરોપ લગાવ્યો છે કે જેલવાસ દરમિયાન તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની ચેનલના અહેવાલ મુજબ બુશરા બીબી તરફથી હાઈકોર્ટમાં શૌકત ખાનુમ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવવાની માંગ કરવામાં આવી છે. આ હોસ્પિટલ ઈમરાન ખાનની ચેરિટેબલ સંસ્થા હેઠળ છે. આ મામલામાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)એ પણ દાવો કર્યો છે કે બુશરાના જીવને ખતરો છે અને તેને સારવારની જરૂર છે. પાર્ટીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટમાં, પીટીઆઈએ દાવો કર્યો છે કે તે એકદમ શરમજનક છે, અન્યાય થઈ રહ્યો છે, હાઈકોર્ટે દરમિયાનગીરી કરવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application