તાપી જિલ્લાને પ્રેરણાદાયી ઓળખ આપનાર જિલ્લાના પ્રથમ મહિલા પદ્મશ્રી રમીલાબેન ગામીત “સ્વચ્છતા હી સેવા’ના રાષ્ટ્ર વ્યાપી ઝુંબેશમાં જોડાયા છે. ત્યારે તાપી જિલ્લાના વિવિધ ગામોમાં સફાઇ ઝુંબેશમાં શ્રમદાન કરી ગામને સ્વચ્છ બનાવવાનો સંદેશ પાઠવી રહ્યા છે. રમીલાબેન તાજેતરમાં “સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત પોતાના ગામ સોનગઢ તાલુકાના ટાપરવાડા સહિત ઉકાઇ અને અન્ય વિવિધ ગામોમાં સફાઇ ઝુંબેશમાં સહર્ષ ભાગીદાર બન્યા છે અને ગ્રામજનોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરી રહ્યા છે. નોંધનિય છે કે, રમીલાબેન વર્ષ-૨૦૧૪થી સમાજીક પ્રવૃતિઓ થકી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપીના સ્વચ્છ ભારત મિશન સાથે જોડાઇ ગ્રામજનોને શૌચાલયના ઉપયોગ અને સ્વચ્છતા જાળવવાનું મહત્વ સમજવતા એક સામુહિક સ્વચ્છતા ઝુંબેશ ગ્રામ્ય કક્ષાએ શરૂ કરાવ્યુ હતુ. જયારે રમીલાબેન સ્વચ્છતાની કામગીરીમાં પણ અગ્રેસર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application