જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંક (PNB) ટૂંક સમયમાં તેના ગ્રાહકોને સારા સમાચાર આપી શકે છે. PNB ડેબિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શનની લિમિટમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. PNBએ આ અંગે સંકેતો આપ્યા છે. PNB બેંકે તેની વેબસાઈટ પર એક નોટિસ જારી કરી છે, જેમાં જણાવાયું છે કે, પ્રિય ગ્રાહકો, બેંક ટૂંક સમયમાં હાઈ એન્ડ વેરિઅન્ટ ડેબિટ કાર્ડથી લેવડ-દેવડ માટેની ટ્રાન્ઝેક્શનની લિમિટમાં ફેરફાર કરશે. PNBનાં જણાવ્યા અનુસાર, માસ્ટરકાર્ડ, રૂપે અને વિઝા ગોલ્ડ ડેબિટ કાર્ડનાં તમામ પ્લેટિનમ વેરિઅન્ટ્સ માટે દૈનિક ATM ઉપાડની મર્યાદા રૂપિયા 50,000/-થી વધારીને રૂપિયા 1,00,000 થઈ શકે છે.
જ્યારે ગ્રાહકો POS પર દૈનિક રૂપિયા 1,25,000/-નાં બદલે રૂપિયા 3,00,000 સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકે છે. બેંકે જણાવ્યું કે, રૂપે સિલેક્ટ અને વિઝા સિગ્નેચર ડેબિટ કાર્ડ માટે ATM રોકડ ઉપાડની મર્યાદા રૂપિયા 50,000થી વધારી રૂપિયા 1,50,000 કરાશે. આ કાર્ડ્સ માટે POS ટ્રાન્ઝેક્શનની દૈનિક મર્યાદા રૂપિયા 1,25,000થી વધારીને રૂપિયા 5,00,000 કરાશે. બેંકે એક નિવેદનમાં કહ્યું છે કે, ગ્રાહકોને સલાહ છે કે, તેઓ ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ એપ, પીનબી એટીણ, આઈવીઆર અથવા બેઝ બ્રાન્ચ દ્વારા ટ્રાન્ઝેક્શન લિમિટમાં ફેરફારનો લાભ ઉઠાવી શકે છે. આ સાથે બેંકે તેના ગ્રાહકોને કાર્ડ સુરક્ષાને લઈને કહ્યું કે ગ્રાહકો તેમના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને બેંક ખાતા સાથે સંબંધિત વ્યક્તિગત વિગતો કોઈની સાથે શેર ન કરે.
જોકે જે ગ્રાહક પાસે રૂપે અને માસ્ટર વર્ઝનમાં બેંકો દ્વારા અપાયેલા ક્લાસિક ડેબિટ કાર્ડ્સ છે, તેમના માટે દૈનિક રોકડ ઉપાડની મર્યાદા 25,000 રૂપિયા છે. એક વખતની રોકડ ઉપાડની મર્યાદા 20,000 રૂપિયા છે અને પીઓએસ દ્વારા લેવડ-દેવડની મર્યાદા 60,000 રૂપિયા છે. વિઝા ગોલ્ડ ડેબિટ કાર્ડ ધરાવતા ગ્રાહકો માટે દૈનિક રોકડ ઉપાડ મર્યાદા 50,000 રૂપિયા, એક વખતની રોકડ ઉપાડની મર્યાદા 20,000 રૂપિયા અને POS દ્વારા લેવડ-દેવડ મર્યાદા 1,25,000 રૂપિયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500