કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે એટલે કે શનિવારે તેમનો 77મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધીને તેમના 77માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, “શ્રીમતી સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છાઓ. ભગવાન તેમને લાંબુ આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય આપે.”
સોનિયા ગાંધીનો જન્મ 9 ડિસેમ્બર, 1946ના રોજ ઈટાલીમાં થયો હતો. તેઓ સૌથી લાંબા સમય સુધી કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા છે. સ્વાસ્થ્યના કારણોસર તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી સક્રિય રાજકારણથી દૂર છે અને તેમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા પાર્ટીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.વડા પ્રધાન ઉપરાંત, કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, અને શશિ થરૂર અને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને પણ સોનિયા ગાંધી શુભેચ્છા પાઠવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500