સોનગઢના ડોસવાડા ખાતે આવનાર વેદાંતા ગ્રુપની હિન્દુસ્તાન ઝીંક પ્રોજેકટ વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટ માં ધારાસભ્ય છોટુભાઈ વસાવા દ્વારા પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. ઝીક કંપનીનો તાપી જિલ્લામાં પહેલાથી જ સ્થાનિક સહિત આદિવાસી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
કાનુની રીતના પણ અને લોકજાગૃતિ દ્વારા પણ અમે આ લોકોને ઘુસવા નહી દઈએ-છોટુભાઈ વસાવા
આદિવાસીઓના મસીહા ગણાતા ધારાસભ્ય છોટુભાઈ વસાવાના જણાવ્યા અનુસાર હાઈકોર્ટમાં પીઆઈએલ જે દાખલ કરી છે વેદાંત સામે એમાં તો સરકાર જ આવી કંપનીને લાવીને પર્યાવરણ ખતમ કરવા માંગે છે. પર્યાવરણની સાથે જે આબાદી છે વસ્તી છે એને પણ અહીથી ખદેડીને આ વિસ્તારોને કંપનીઓના હવાલે કરવા માટે આ એક ષડ્યંત્ર જે સરકાર કરી રહી છે એની સામે 5મી અનુસૂચી અને પેસા કાનુન અન્વયે અમે આજે પીઆઈએલ દાખલ કરી છે એમાં અમે ન્યાય લઈને રહીશું અને સુપ્રિમ કોર્ટ સુધી પણ લડીશું જરૂર પડશે તો, પણ આ લોકોને અમે છોડીશું નહિ કેમ કે અમારી આબાદીને આવી રીતના જંગલોને ખતમ કરી નાખવાની વાત છે, નદીઓ ખતમ કરવાની વાત છે એ અમે કોઈ દિવસ સાકી લેવાના નથી હવે અમારી પ્રજા પણ જાગૃત છે અને એ જાગૃત થઈને આંદોલન પણ કરીશું ને આવી કંપની આવશે એને અમે આવી રીતે ભાગડીશું અહીથી કાનુની રીતના પણ અને લોકજાગૃતિ દ્વારા પણ અમે આ લોકોને ઘુસવા નહી દઈએ ટ્રાઈબલ એરિયાની અંદર, એ આ લોકો નોંધ લઈ લે.., ઝીક કંપની નો તાપી જિલ્લામાં પહેલાથી જ સ્થાનિક સહિત આદિવાસી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500