વ્યારામાં એટીએમમાં તોડફોડ કરીને એટીએમમાં રહેલી રકમની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે,એટીએમમાંથી મોડી રાત્રીના સમય દરમિયાન રૂપિયા 40 લાખથી વધુ રોકડ રકમની ચોરી કરવામાં આવી છે,કાનપુરા વિસ્તારમાં આ ઘટના બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા,બીજી તરફ એફએસએલ અને ડોગ સ્કોર્ડની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે.
દિવાળીના તહેવાર નજીક આવતાની સાથે ચોરીની ઘટનાઓ વધતી જાય છે ત્યારે કાનપુરામાં રૂપિયા 40 લાખથી વધુની રોકડ રકમની એટીએમ તોડીને ચોરી કરવામાં આવી છે, નંબર પ્લેટ વગરના ટેમ્પોમાં આવ્યા હતા તસ્કરો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.રાત્રીના સમયે આ ચોરી થઈ હોવાની વાત સામે આવી છે જેમાં આરોપીઓ દ્રારા એટીએમને સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવ્યું અને ચોરી કરવામાં આવી છે,સાથે સાથે સીસીટીવી પર કલર સ્પ્રે કરવામાં આવ્યું છે.
તાપીના વ્યારામાં બે એટીએમ મશીનમાં ચોરી થવાની ઘટના બની છે જેને લઈ પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઉભા થઈ ગયા છે,પોલીસે હાલમાં ડીવીઆર જપ્ત કર્યું છે અને વધુ તપાસ હાથધરી છે,બેંકના મેનેજરનું નિવેદન પણ નોંધ્યું છે.પોલીસે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે અને આરોપીઓને શોધી કાઢવા ચક્રોગતિમાન કર્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500