વ્યારા નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની ગંભીર લાપરવાહી બહાર આવી છે. વ્યારા નગરનો વેસ્ટ કચરો કોહલી ગામમાં ખેતીલાયક જમીનમાં ઠાલવતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો હતો.
વ્યારા નગર પાલિકા દ્વારા કોહલી ગ્રામપંચાયત પાસે કોઈ પણ જાતની પુર્વ મંજુરી વિના ખેતીલાયક જમીનમાં કચરો ઠાલવતા ગ્રામજનોનો વિરોધ બહાર આવ્યો હતો. ખાતેદારની જમીનમાં માટીપુરાણ કરવાનાં નામે નગરપાલિકા દ્વારા માટીને બદલે ગેરકાયદેસર કચરો ઠલવાતા ગ્રામજનોમાં રોષ ફાટ્યો હતો. ગ્રામજનોએ તેનો વિરોધ કરતાં કચરો ફરીથી પાલિકાના ડમ્પરમાં ભરી તેનો અન્ય જગ્યાએ નિકાલ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application