સોનગઢના બાપા સીતારામ નગરમાં કુરાને શરીફના પુસ્તકો સળગાવી દેવાતા નગરનો માહોલ ગરમાયો હતો, જોતજોતામાં મુસ્લિમ બિરાદરોનું ટોળું સોનગઢ પોલીસ મથકે ધસી આવ્યું હતું, અને કસુરવારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સોનગઢના દેવજીપુરા, જુનાગામ વિસ્તારમાં આવેલ ખોજાની મસ્જીદ સામે રહેતા મોહમ્મદ ફારૂક ઈસ્માઈલ હવેલીવાલાનું સોનગઢના બાપાસીતારામ નગરમાં આવેલ ઘરનું (ઈબાદતખાના) નું કોઈ અજાણ્યા ઇસમોએ તાળુ તોડી ગુનાહિત ઈરાદાથી અંદર પ્રવેશ કરી ઘરમાં (ઈબાદતખાના )માં મુકેલ કબાટનો દરવાજો તોડી, કબાટમાંથી કુરાને શરીફના પુસ્તકો નંગ-6 તથા બીજા ધાર્મિક પુસ્તકો બહાર કાઢી સળગાવી દેવામાં આવ્યા હતા એટલું જ નહી ચટાઈ પણ સળગાવી દેવામાં આવી હતી તેમજ ઘડિયાળ તોડી પંખાને પણ વાંકો વાળી નુકશાન કર્યું હતું.
બનાવ ની જાણ મુસ્લિમ સમાજના આગેવાનોને થતા જોતજોતામાં મુસ્લિમ બિરાદરોનું ટોળું સોનગઢ પોલીસ મથકે ધસી આવ્યું હતું, બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે સોનગઢ પોલીસે મોહમ્મદ ફારૂક ઈસ્માઈલ હવેલીવાલાની ફરિયાદના આધારે અજાણ્યા ઈસમો વિરુધ્ધ ગંભીર ગુનો નોંધી કસુરવારોને શોધવા કવાયત હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500