વિધાનસભા ચુંટણીના પરિણામોમાં રાજ્સ્થાન સત્તાના હસ્તાંતરણ માટે જાણીતું છે પરંતુ લોકસભા ચુંટણીની વાત નિકળે ત્યારે ભાજપનો ગઢ રહયું છે. 2014 અને 2019ની લોકસભા ચુંટણીમાં ભાજપ કલીન સ્વીપ કરીને કૉગ્રેસને એક પણ બેઠક જીતવા દીધી ન હતી પરંતુ 2024ની લોકસભા ચુંટણી પરિણામો ભાજપ માટે ચોંકાવનારા રહયા હતા. રાજસ્થાનની 25 બેઠકોમાંથી ભાજપને 14 બેઠકોથી સંતોષ રાખવો પડયો છે. કોંગ્રેસે 8 બેઠકો મેળવતા 10 વર્ષ પછી ખાતુ ખોલાવ્યું હતું. જયારે કોમ્યુનિસ્ટ પાર્ટી અને ભારત આદિવાસી પાર્ટીને 1 બેઠક મળી હતી. હનુમાન બેનીવાલને પણ એક બેઠક પર 41156 મતોની સરસાઇ મળી હતી.
રાજસ્થાનમાં વિધાનસભા ચુંટણીમાં ભાજપને બંપર સફળતા મળી હતી તેનો લાભ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા મેળવી શકયા નહી. કોંગ્રેસે ગંગાનગર, ચુરુ, ભરતપુર, કરોલી ધૌલપુર, દૌસા, ટોંક, બારમેર અને ઝુનઝુનુ બેઠક પર સફળતા મળી હતી. રાજસ્થાનમાં ભજનલાલ શર્મા સરકારની કેબિનેટના મંત્રી ડૉ.કિરોડીલાલ મીણા સાત બેઠકોની જવાબદારી સંભાળતા હતા તેમાંથી એક પણ બેઠક હારશે તો મંત્રીપદેથી રાજીનામુ આપી દેશે એવું ચુંટણી પરિણામોના એક દિવસ પહેલા જાહેર કર્યુ હતું. આ સાત બેઠકોમાંની દૌસા બેઠકનો પણ સમાવેશ થતો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500