Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેર પોલીસ માટે ૧૦૪ મોડીફાઈડ મોટરસાયકલ પૈકી ૧૩ મહિલા પોલીસ અને ૯૧ પોલીસ સ્ટેશનો માટે અર્પણ કરાઈ

  • February 19, 2023 

સુરત શહેર પોલીસ દ્વારા શહેરીજનોની સુરક્ષા માટે ખાસ મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સલામતી માટે ૧૦૪ મોડીફાઇડ મોટરસાયકલનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ફ્લેગ ઓફ આપી પોલીસ જવાનોને અર્પણ કરાય હતી. સાથે સાથે સી ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીલક્ષી પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું.




૧૦૪  મોડીફાઈટ મોટરસાયકલ પૈકી ૯૧ સુરત શહેર પોલીસ સ્ટેશનો અને ૧૩ મહિલા પોલીસ માટે ફાળવવામાં આવી છે. મોડીફાઇડ મોટરસાયકલમાં બ્લુ અને રેડ લાઇટ, સાયરન અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ મૂકવામાં આવી છે. મોડીફાઇડ મોટરસાયકલ થકી સુરત શહેરના પ્રજાજનોની સુરક્ષામાં વધારો થશે સાથે ગુનાહિત પ્રવૃત્તિને રોકવા માટે પોલીસની ઝડપી સેવા મળી રહેશે.

        


આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું કે,  સામાન્ય નાગરિકોને સમસ્યા ન થાય અને નાગરિકોને સર્વશ્રેષ્ઠ સેવાઓ મળી રહે તે માટેના સક્રિય  પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજયમાં કાયદો, વ્યવસ્થા અને નાગરિક સુરક્ષામાં દેશમાં પહેલા નંબરે આવે છે તેમજ સૌથી સુરક્ષિત શહેરમાં સુરતે પોતાનું સ્થાન મોખરે રાખ્યું હોવાનુ તેમણે જણાવ્યું હતું.

        


આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીઓ સંદીપ દેસાઈ,સંગીતાબહેન પાટીલ અને મનુભાઈ પટેલ, એસએમસી સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ, જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી શરદ સિંઘલ, પોલીસ વિભાગના અધિકારીઓ, સી ટીમ, શહેરના નગર સેવકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application