Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમારો ખેલ પતી નથી ગયો, ખેલ તો હવે ચાલુ થયો છે : ચૈતર વસાવા

  • March 12, 2024 

ઇન્ડિયા ગઠબંધનના ભરૂચના ઉમેદવાર ચૈતર વસાવા હાલ જોરશોરથી પોતાના મત વિસ્તારમાં ચૂંટણીનો પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે આ ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે ભાજપ પર આક્ષેપ કર્યા હતા. ચૈતર વસાવાએ કહ્યું કે, ભાજપના લોકોએ મારા પીએ અને મને કહ્યું હતું કે, ભાજપમાં જોડાઈ જાવ નહિ તો તમારી કારકિર્દી ખલાસ કરી નાખીશું. ભાજપે કરેલ જેલોના તાળા તોડીને અમે લોકો તમારી વચ્ચે આવી ગયા છે. હું ભાજપના નેતાઓને કહેવા માગું છું કે, અમારો ખેલ પતી નથી ગયો, ખેલ તો હવે ચાલુ થયો છે. 


ચૈતર વસાવાએ સંબોધનમાં કહ્યુ હતું કે, તેમના નેતા કહે છે કે, પાંચ લાખ લીડથી રમતા રમતા અમે જીતી જઈશું. પરંતુ આ નેતાઓને હું કહેવા માગું છું કે અમારો ખેલ પતી ગયો નથી. અમારો અસલી ખેલ હવે ચાલુ થયો છે. ભાજપના લોકોએ મારા પીએ અને મને કહ્યું હતું કે, ભાજપમાં જોડાઈ જાવ નહિ તો તમારી કારકિર્દી ખલાસ કરી નાખીશું. પરંતુ તમારા બધાની પ્રાર્થના અને તમારા બધાના આર્શીવાદને કારણે અમે એ લોકોની જેલના તાળા તોડી નાંખ્યા અને અમે તમારી વચ્ચે આવ્યા. જબ તક તોડેંગે નહિ, તબ ક છોડેંગે નહિ. હમ ચૈતર વસાવા હૈ, કભી ઝુકેગા નહિ.


ભરૂચ લોકસભા બેઠક જીતવા અને મનસુખ વસાવાને વધુ મજબૂત કરવા માટે જ મહેશ વસાવાના કેસરિયા કરાયા છે.ભરૂચ લોકસભાની બેઠક પર સાત વિધાનસભા બેઠકો છે. જેમાં કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર. આ સાત પૈકી ડેડિયાપાડામાં આપના ચૈતર વસાવા ધારાસભ્યપદે ચૂંટાયા છે. જે હાલ લોકસભાની બેઠકના ઉમેદવાર છે. બાકીની તમામ 6 બેઠકો ભાજપ પાસે છે. ત્યારે ચૈતર વસાવાના તોડ માટે જ ભાજપે મહેશ વસાવાને પાર્ટીમાં બોલાવ્યા છે.


ભરૂચ ખાતેથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યા છે. કૉંગ્રેસનું તેમને સમર્થન છે. ભાજપ તરફથી સતત સાતમીવાર મનસુખ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. ગુજરાતની રાજનીતિમાં આદિવાસી મતો મહત્ત્વપૂર્ણ છે. ત્યારે મહેશ વસાવા ભાજપમાં જોડાતા ભાજપને બીટીપીની તૈયાર કૅડર મળી છે, જે આપના ચૈતર વસાવા સામે મોટો પડકાર ઉભો કરી શકે છે. ઝગડિયા, વાલિયા, નેત્રંગ અને ડેડિયાપાડામાં બીટીપીનું વર્ચસ્વ છે. ભલે હાલ વિધાનસભામાં તેની એક પણ બેઠક ન હોય પરંતુ છોટુભાઈ વસાવાને માનનારા લોકો આ વિસ્તારમાં ઓછા નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application