Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં ધોરણ-5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન “હર ઘર તિરંગા-જ્ઞાન ક્વિઝ”નું આયોજન

  • August 11, 2022 

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તાપી જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમ બાબતે નોખી અને અનોખી ઉજવણી જિલ્લા પંચાયત અંતર્ગતની તમામ શાળાઓમાં થઈ રહી છે.તારીખ 6 ઓગસ્ટથી લઈને 15 ઓગસ્ટ સુધી વિવિધ સ્પર્ધાનું આયોજન જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. કાપડિયાના માર્ગદર્શન હેઠળ યોજાઇ રહ્યો છે. આ સંદર્ભે શાળાઓમાં આનંદ ઉલ્લાસ ભર્યું વાતાવરણનું નિર્માણ થયું છે.



રાષ્ટ્રભાવના ઉજાગર કરવા માટે ‘કેડીઓનું શિક્ષણ પેઢીઓનું શિક્ષણ’ બાળકોને મળે તે માટે અલગ રીતે કામગીરી તાપી જિલ્લામાં થઈ રહી છે. શાળા કક્ષાએ પ્રભાતફેરીથી ગામજનોને અવેરનેશ લાવવામાં સફળ રહ્યા છે.સાથે “હર ઘર તિરંગા”ની થીમ સોંગથી તાપીની ઓળખ આખા રાજ્યમાં અલગતા દર્શાવી રહી છે.તે ઉપરાંત વિવિધ સ્પર્ધાઓનું આયોજન શિક્ષણ સમિતી અધ્યક્ષની નિગરાની હેઠળ શાળા કક્ષાએ કરવામાં આવી રહ્યું છે.સાથે સાથે વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ગીત સ્પર્ધા, ભારતના રાષ્ટ્રધ્વજની વિકાસ યાત્રા, પ્રદર્શન આમ વિવિધ સ્પર્ધાઓની સાથે સાથે વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવા ઓનલાઇન “હર ઘર તિરંગા-જ્ઞાન ક્વિઝ” લોંચ કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા માટે https://har-ghar-tiranga-quiz.thehometown.in/ લીંક વડે ભાગ લઇ શકાય છે. જેમાં 20 જેટલા સવાલો આઝાદીને અનુલક્ષીને આપેલ હશે. 


ઉપરોક્ત તમામ સ્પર્ધાઓ માટે શાળા ક્લસ્ટર બીઆરસી કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પણ આયોજન કરવામાં આવેલ છે તમામ ક્ષેત્રે અલગ અલગ નામકિત થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને જિલ્લા પંચાયત તાપીના સ્વભંડોળમાંથી પુરસ્કૃત કરવામાં આવશે. આમ જે તે તાલુકાના બીઆરસી કો-ઓર્ડીનેટરને વિશેષ જવાબદારીઓ સુપ્રત કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application