નાયબ વન સંરક્ષકશ્રી તાપીના સઘન પેટ્રોલીંગની સુચનાઓ અન્વયે મદદનીશ વન સંરક્ષકશ્રીનાં માર્ગદર્શન હેઠળ તા.૨૯-૦૪-૨૦૨૪ થી તા.૦૭-૦૫-૨૦૨૪ દરમ્યાન વ્યારા રેંજના રેંજ ફોરેસ્ટ ઓફીસરશ્રીની આગેવાની હેઠળ જુદી-જુદી ટીમો બનાવીને નાઇટ પેટ્રોલીંગ કરી આંબાપાણી જંગલ ભાગે કંમ્પાર્ટમેન્ટ નંબર ૨૯૪ માં લાકડા વાહતુક કરવાના ઇરાદે આવેલ ઇનોવા કાર કબ્જે લીધી હતી.
તા.૦૨-૦૫-૨૦૨૪ ના રોજ વાંકલા ગામના સ્ટેશન ફળીયામાં હનુમાન મંદિર પાસે બિન પાસ પરવાનગી વગરના છોલેલાં ખેર લાકડા ૬.૬૫૫ ઘ.મી. તથા સ્થળ ઉપરથી વાહતુક માટે વપરાયેલ જીજે-ર૬-ટી- ૯૭૫૬ ટેમ્પોને સ્થળ ઉપરથી જપ્ત કરવામાં આવેલ હતો. તા. ૦૭-૦૫-૨૦૨૪ ના રોજ ભાનાવાડી તથા ઉમરકુવા ગામમાં જુદા-જુદા સ્થળે છુપાવેલ છોલેલા ખેરનો અંદાજીત ૧૦.૦૦ ઘ.મી. જેટલો જથ્થો વ્યારા રેંજના સ્ટાફ દ્વારા પકડી પાડવામાં આવેલ છે.આ સ્થળ ઉપરથી પેટ્રોલીંગ સ્ટાફને જોઇ જતાં ગુન્હેગાર સ્થળ ઉપરથી ભાગી જતા વધુ તપાસ હાથ ધરીને ગુન્હેગાર પકડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉપરાંત ચારેય ગુન્હામાં ૨ ફોર વ્હીલર વાહન તથા અંદાજીત રૂ.૮ થી ૧૦ લાખની કિંમતનાં ખેરના લાકડા જપ્ત કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application