Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ પોલીસની કામગીરી : દારૂ લઈ જતો પીકઅપ ચાલક અને પાયલોટીંગ કરનાર બે યુવકને રૂપિયા 6.55 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

  • July 31, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં આર.ટી.ઓ. પાસે સુરત-ધુલિયા નેશનલ હાઈવે પરથી વગર પાસ પરમીટે બોલેરો પીકઅપમાં દારૂ લઈ જતાં ચાલક સાથે પાયલોટીંગ કરનાર બે યુવકો ઝડપાતા કાર્યવાહી કરવામાં આવી હતી. સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો શનિવારનાં રોજ રાત્રિનાં સમયે સોનગઢનાં આર.ટી.ઓ. પાસે પ્રોહી. ગુના અંગે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડી જેના ઉપરનાં કેરિયરનાં ભાગે ઇંગ્લિશમાં MOMDAD લખેલ છે તે ગાડીમાં એક ઈસમ મહારાષ્ટ્ર રાજ્યનાં નવાપુર તરફથી દેશી તથા વિદેશી દારૂ ભરી સોનગઢ તરફ આવનાર છે અને તેની આગળ એક કાળા કલરની પલ્સર બાઈક ઉપર બે યુવકો પાયલોટીંગ કરનાર છે જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો સોનગઢ આર.ટી.ઓ. પાસે વોચમાં ઉભા હતા.



તે દરમિયાન નવાપુર તરફથી બાતમીવાળી બાઈક નંબર GJ/26/AF/6652 આવતાં જોઈ તેને ઈશારો કરી ઉભી રખાવી હતી અને ત્યારબાદ બાતમીવાળી બોલેરો પીકઅપ નંબર GJ/26/T/7667ને નવાપુર તરફથી આવતા જોઈ ગાડીને ખાનગી વાહનોનાં આડાશ કરી ઉભી રખાવી હતી. ત્યારબાદ બોલેરો પીકઅપના ચાલકને નીચે ઉતારી તપાસ હાથ ધરતા ડ્રાઇવર તથા ક્લીનરનાં ભાગેની સીટ પાછળનાં ભાગે જોતા ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની પેટીઓ મળી આવી હતી જેમાં ગણતરી કરતા કુલ 768 નંગ બોટલો મળી આવી હતી.



ત્યારબાદ પોલીસે બોલેરો પીકઅપનાં ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ મયુરભાઈ ચંપકભાઈ ચૌધરી (રહે.વિરપુર ગામ, પુલ ફળિયું, વ્યારા)નાં હોવાનું જણાવ્યું હતું અને પાયલોટીંગ કરનાર બંને યુવકોનાં નામ પૂછતા પહેલા એ પોતાનું નામ પ્રગ્નેશ ઉર્ફે લાલુ પંકજ ચૌધરી અને બીજાએ તેનું નામ સ્મિત નિલેશભાઈ ચૌધરી (બંને રહે.વિરપુર ગામ, પુલ ફળિયું, વ્યારા)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો નવાપુરનાં મચ્છી બજારમાં આવેલ સ્ટાર વાઇન શોપમાંથી મુકેશ જેસ્વાલ (રહે.નવાપુર)નાંએ ભરાવી આપ્યો હતો અને આ પ્રોહી. મુદ્દામાલ બાજીપુરા ગામનાં હેલીપેડ પાસે રહેતા હેમંતભાઈ, બારડોલીનાં કીકવાડ ગામે રહેતા ચિરાગભાઈ ચૌધરી, વ્યારાનાં કસવાવ ગામે રહેતો મહેશભાઈ ગામીત અને વ્યારાનાં ખુશાલપુરા ગામે રહેતો રાજેશભાઈ નાઓને આ દારૂનો મુદ્દામાલ મંગાવેલ હતો.



આમ. પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો, બોલેરો પીકઅપ, બાઈક અને 3 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 6,55,400/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ત્રણ જણા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે દારૂ ભરાવી આપનાર અને મંગાવનાર મળી પાંચ જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application