Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝર પોલીસની કામગીરી : કારમાં લઇ જવાતો ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે જણાને ઝડપી પાડ્યા

  • October 17, 2022 

નિઝર વેલદા ગામે આવેલ ધૂળવદથી વેલદા ગામ તરફ આવતા રોડ પરથી એક કારમાં લઇ જવાતો ઈગ્લીશ દારૂના જથ્થા સાથે કારમાં સવાર બે લોકોને ઝડપી પાડી કુલ રૂપિયા ૪,૧૮,૯૮૦/-નો મુદ્દામાલ નિઝર પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે, જોકે બે આરોપીઓને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.




પોલીસ સુત્રો પાસેથી પ્રાથમિક મળતી માહિતી મૂજબ નિઝર પોલીસ સ્ટાફના માણસોને મળેલ મળેલ બાતમીના આધારે આજરોજ નિઝર તાલુકાના વેલદા ગામે આવેલ ધૂળવદથી વેલદા ગામ તરફ આવતા રોડ પરથી એક સ્વીફ્ટ કાર નંબર જીજે/૦૬/એચડી/૧૧૯૩ ને ઝડપી પાડી કારમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ બીયરની શીલ બંધ કુલ બાટલીઓ નંગ-૨૪૭ જેની કુલ્લે કિંમત રૂપિયા ૬૨,૮૯૦/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યા હતો. આ મામલે કાર ચાલક ઘનશ્યામભાઈ રમેશભાઈ પટેલ અને સહ આરોપી મહેશભાઈ હીરાભાઈ પટેલ બંને રહે,છાણભોઈ ગામ તા.શિનોર જી.વડોદરા નાઓની અટકાયત કરવામાં આવી હતી.






પોલીસની વધુ તપાસમાં વડોદરાના કરજણ તાલુકાના ધાવટ ગામના હિતેશભાઈ યોગેશભાઈ પટેલ નામના વ્યક્તિએ દારૂ મંગાવ્યો હતો જયારે મહારાષ્ટ્રના નંદુરબાર સિટીમાં આવેલ હીરા વાઈનશોપ પરથી કોઈ અજાણ્યા ઇસમેં દારૂ ભરી આપ્યો હતો જેમને બાદમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા, હાલ નિઝર પોલીસના હાથે પકડાયેલા બંને આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ-૨ જેની કિંમત રૂપિયા ૬ હજાર તેમજ ૬૨,૮૯૦/- નો ઈંગ્લીશ દારૂ તથા ૩,૫૦,000/- ની કિંમતની સ્વીફ્ટ કાર મળી કુલ્લે રૂપિયા ૪,૧૮,૮૯૦/-નો મુદ્દામાલ નિઝર પોલીસે મથકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અનીલકુમારની ફરિયાદના આધારે જપ્ત કરવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application