Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જિલ્લામાં મેલેરીયા વિરોધી માસ તરીકે કરવામાં આવી રહેલી કામગીરી

  • June 22, 2021 

રાજય સરકારે ૨૦૨૨ સુધીમાં રાજ્યને મેલેરીયા મુક્ત કરવાના સંકલ્પ સાથે જુન-૨૦૨૧માં મેલેરીયા વિરોધી માસ ઉજવણીના કરવાના ભાગરૂપે જિલ્લા પંચાયત, સુરતના જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિલીપ ગઢવી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હસમુખ ચૌધરી તેમજ ઈ.ચા. જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડો.પ્રશાંત સેલરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારીઓ તેમજ આશા બહેનોના સહિયારા પ્રયાસોથી ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

 

 

 

 

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે ફરી કોવિડ-૧૯ સર્વેલન્સની સાથે સાથે મેલેરીયા વિરોધી પોરાનાશક કામગીરી અને સર્વેલન્સ કામગીરી સક્રિય રીતે કરવામાં આવી રહી છે. વધુમાં જનસમુદાયમાં આરોગ્ય શિક્ષણના ભાગરૂપે જુથચર્ચા, પ્રદર્શન, પત્રિકા વહેંચણી, બેનરો, પોસ્ટર, ભીંતસૂત્રો, રેડિયો તેમજ સોશિયલ મીડિયા મારફતે વાહક જન્ય રોગો અટકાવવા અંગેની જાહેરાત સંદેશાઓ મોકલી લોકજાગૃતિ માટે બહોળો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. વાહકજન્ય રોગ મેલેરીયા, ડેગ્યુ , ચીકુનગુનિયા ચેપી માદા મચ્છરના કરડવાથી જનસમુદાયમાં ફેલાવો થાય છે. જેને અટકાવવા માટે આ પ્રકારની મચ્છર ઉત્પત્તિ અટકાવવા, પાણી ભરેલા પાત્રો દર અઠવાડિયે ખાલી કરી સાફ કરવા. ઘરની તેમજ શાળાની આજુબાજુ સંગ્રહિત થયેલ મચ્છર ઉત્પત્તિ સ્થળો નાબૂદ કરવા.

 

 

 

 

ઘરમાં કુલરો , ડોલ , પીપ , ફૂલદાની , ફીઝની ટ્ર , નારિયેળની કાચલીઓ વગેરેમાં પાણીનો ભરાવો થતો અટકાવી મચ્છર ઉપર નિયંત્રણ મેળવી શકાય. રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો. ધાબા પર, વરંડામાં નકામા પાત્રો, ટાયર કે જેમાં વરસાદનું પાણી સંગ્રહિત થઈ શકે છે તો તેનો નિકાલ કરવો. તાવ આવે તો ૧૦૪ નંબર પર ડાયલ કરો અને મફત સારવાર મેળવો . મેલેરીયા , ડેબ્યુ , ચીકુનગુનીયા રોગથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. શંકાસ્પદ મેલેરીયા, ડેગ્યુ તાવના લક્ષણો જણાય, તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , સામુહિક આરોગ્ય કેન્દ્ર , સરકારી હોસ્પીટલો કે આરોગ્ય કાર્યકરનો તાત્કાલિક સંપર્ક કરી લોહીની તપાસ કરાવી સારવાર લેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application