Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં કોરોનાનો માત્ર 1 કેસ એક્ટિવ,આજે કોઈ નવો કેસ નોંધાયો નથી

  • August 07, 2021 

જિલ્લામાં શનિવારે કોરોના દર્દીનો એક પણ નવો કેસ સામે આવ્યો નથી. તેમછતાં કેટલાક લોકો માસ્ક અને શોશિયલ ડીસ્ટન્સ વિના બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે તે એક ચિંતાનો વિષય બન્યો છે.આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, તારીખ સાતમી ઓગસ્ટના રોજ સાંજ સુધીમાં તાપી જિલ્લાના સાતેય તાલુકામાં કોરોના પોઝીટીવનો એકપણ નવો કેસ નોંધાયો નથી. કોરોનાનો માત્ર એક દર્દી સારવાર લઇ રહ્યો છે.

 

 

 

 

જિલ્લામાં કોરોના દર્દીઓના કુલ ૩૮૯૦ કેસો નોંધાયા છે. અત્યાર સુધી કુલ ૩૭૬૨ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૫ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૨ દર્દીઓના મોત સાથે કુલ ૧૨૭ દર્દીઓના મોત નિપજ્યા છે.

 

 

 

 

કોરોના પોઝીટીવ દર્દીના ક્યાં કેટલા કેસો નોંધાયા ??
  1. વાલોડ તાલુકો – કુલ ૭૯૩ કેસો
  2. વ્યારા અને ડોલવણ તાલુકો – કુલ ૧૫૯૦ કેસો
  3. સોનગઢ તાલુકો – કુલ ૯૪૫ કેસો
  4. ઉચ્છલ તાલુકો – કુલ ૨૧૬ કેસો
  5. નિઝર અને કુકરમુંડા તાલુકો – કુલ ૩૪૬ કેસો

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application