તાપી જિલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવ નો એકપણ નવો કેસ નોંધાયો નથી. જેને લઇ આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે,
જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.20મી જાન્યુઆરીના રોજ જિલ્લામાં કોરોના પોઝીટીવ નો એકપણ નવો કેસ નોંધાયો નથી જીલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 885 કેસો નોંધાયા છે, આજરોજ વધુ 1 દર્દી સાજો થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 840 દર્દીઓ સાજા થયા છે,
કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે, જીલ્લામાંથી આજરોજ કોરોના ટેસ્ટ માટે 222 સેમ્પલ લેવામાં આવ્યા છે. જિલ્લામાં માત્ર 5 કેસ એક્ટીવ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500