તાપી જીલ્લામા આજરોજ કોરોના પોઝીટીવ દર્દીનો એકપણ નવો કેસ મળી આવેલ નથી. જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.1-માર્ચ 2021 નારોજ જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીનો એકપણ નવો કેસ નોંધાયો નથી.
જીલ્લામા આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 902 કેસો નોંધાઈ ચુક્યા છે. આજરોજ વધુ 2 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. અત્યાર સુધી કુલ 856 દર્દીઓ સાજા થયા છે. કોરોના ની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લાભરમાંથી આજરોજ કોરોના ટેસ્ટ માટે 289 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 5 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application