Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લામાં કોરોના પોઝીટીવ ના માત્ર 3 કેસ એક્ટીવ,આજરોજ વધુ 4 દર્દીઓ સાજા થતા રજા અપાઈ

  • February 24, 2021 

તાપી જિલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવ દર્દીનો એકપણ નવો કેસ સામે આવ્યો નથી. જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલ ના જણાવ્યા અનુસાર તા.24મી ફેબ્રુઆરી નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીનો એકપણ નવો કેસ નોંધાયો નથી.

 

 

 

આજરોજ વધુ 4 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી..

જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 898 કેસો નોંધાઈ ચુક્યા છે. આજરોજ વધુ 4 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 854 દર્દીઓ સાજા થયા છે. કોરોના ની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓ ના મોત નીપજ્યા છે. આજરોજ કોરોના ટેસ્ટ માટે 408 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 3 દર્દીઓ કોરોના ની સારવાર લઇ રહ્યા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application