તાપી જીલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવ નો એકપણ નવો કેસ નોંધાયો નથી, જેને લઇ આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે,જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.2જી ફેબ્રુઆરી મંગળવાર નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીનો એકપણ નવો કેસ નોંધાયો નથી
જીલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 890 કેસો નોંધાયા છે, આજરોજ વધુ 1 દર્દી સાજો થતા રજા આપવામાં આવી છે, અત્યાર સુધી કુલ 849 દર્દીઓ સાજા થયા છે, કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે, કોરોના ટેસ્ટ માટે 329 સેમ્પલ લેવામાં આવ્યા છે. જીલ્લામાં માત્ર એક જ કેસ એક્ટીવ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500