દરરોજ સાયબર ફ્રોડનાં સેંકડો કેસ બનતા હોવા છતાં નવા લોકો સતત સાયબર છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. આવી જ એક ઘટનામાં લોખંડવાલાની એક મહિલાએ 11.69 લાખ રૂપિયાની રકમ ગુમાવી હતી. આ ઘટના બાદ મહિલાની ફરિયાદને આધારે સાયબર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ તપાસ હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, અંધેરીનાં લોખંડવાલા વિસ્તારમાં રહેતા 58 વર્ષના ગૃહિણીને તેમના એક બેન્ક એકાઉન્ટમાંથી અમુક રકમ બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવી હતી. જયારે ગૃહિણીનાં બાળકો વિદેશમાં હોવાથી તેમને આ રકમ ટ્રાન્સફર કરવી હતી. પહેલા પ્રયાસમાં પાંચ લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર થઈ ગઈ હતી.
જોકે ત્યારબાદ આ રકમ ટ્રાન્સફર કરવામાં તકલીફ આવતા મહિલાએ ગુગલ સર્ચ કરી બેન્કનો એક નંબર મેળવ્યો હતો. આ નંબર પર ફોન કરતા સામેથી પોતાને બેન્ક કર્મચારી તરીકે ઓળખાવનાર એક વ્યક્તિએ તેમને 'એનીડેસ્ક હેલ્પ' નામનાં એપ ડાઉનલોડ કરવા જણાવ્યું હતું. આ સાથે જ તેણે તેમને બેન્કની એપ પર લોગ ઈન કરી પાસવર્ડ ટાઈપ કરવા જણાવ્યું હતું. આ પ્રકારની છેતરપિંડીથી અજાણ મહિલાએ ફ્રોડસ્ટરે કહ્યા મુજબ કર્યા બાદ થોડી જ મિનિટોમાં તેના ખાતામાંથી છ ટ્રાન્ઝેકશન દ્વારા રૂપિયા 11.69 લાખની રકમ અજાણ્યા એકાઉન્ટમાં વળી ગઈ હતી. આ ઘટના બાદ મહિલાએ સાયબર પોલીસનો સંપર્ક કરી ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા ફ્રોડસ્ટર સામે છેતરપિંડીનો ગુનો નોંધી આ પ્રકરણે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application