Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દમણથી કનાડુ તરફ આવતા માર્ગ પર બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં એક યુવકનું મોત, એક ઈજાગ્રસ્ત

  • June 22, 2023 

કનાડુ સાંઈ મંદિર પાસે સાંજનાં સમયે રોંગ સાઈડ પરથી પુરઝડપે આવતા બાઇક ચાલકે અન્ય બાઇક ચાલકને ટક્કર મારતા સામેનાં બાઇક ચાલક યુવકનું મોત થયું હતું. જ્યારે તેની સાથે બેસેલા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ, દમણથી કનાડુ તરફ આવતા માર્ગ પર સાંઈ મંદિર પાસે નંબર GJ/15/BS/0463નાં ચાલકે વાહન રોંગ સાઈડ પુરઝડપે હંકારી અન્ય બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક વિશાલ દિલીપ વઘાત (ઉ.વ.18., રહે.કનાડુ, વડલી ફળિયા) અને જયેશ મગન વરઠા (ઉ.વ.22., રહે.ઠાકર ફળિયા,કનાડુ)ને ગંભીર ઈજા પહોંચી હતી. જયેશને ભીલાડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે વિશાલને ભીલાડ સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે વિશાલને મૃત જાહેર કર્યો હતો. કનાડુ ગામે સાઇ મંદિર પાસે બનેલી જીવલેણ અકસ્માતની આ ઘટનામાં અકસ્માતગ્રસ્ત બંને બાઇક ઘટના સ્થળે પોલીસને જોવા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News