Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નડિયાદનાં વલેટવા ચોકડી નજીકથી ગોડાઉનમાંથી રાસાયણિક ખાતરનો જથ્થા સાથે એક ઝડપાયો

  • January 29, 2024 

નડિયાદનાં વલેટવા ચોકડી નજીક આવેલ ગોડાઉનમાંથી સબસીડીવાળા રાસાયણિક ખાતર ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ ઝડપી પાડતા ખળભળાટ વ્યાપી ગયો છે. વડતાલ પોલીસે યુરિયા ખાતરની થેલી નંગ 250 જેની કિંમત રૂપિયા 66,633 તથા પાવડર ભરેલ થેલીઓ કબ્જે કરી હતી. બનાવ અંગે વડતાલ પોલીસે ત્રણ ઈસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. વડતાલ પોલીસે મળેલ બાતમી આધારે, ગત તા.21નાં રોજ વલેટવા ચોકડીથી શ્રીજીપુરા જવાના રોડ પર સંકલ્પ ગોડાઉનમાં છાપો મારી તપાસ હાથ ધરતા યુરિયા ખાતરની 250 થેલી તથા ખાતરનો પાવડર ભરેલ પ્લાસ્ટિકની થેલીઓ નંગ 21 તથા ખાલી થેલીઓ નંગ 1,135 તેમજ અન્ય ખાતરની થેલીઓ મળી આવી હતી.


જેથી પોલીસે ગોડાઉન પર હાજર ઈસમ પાસે રાસાયણિક ખાતરના જરૂરી આધાર પુરાવા બિલ માંગતા મળી આવેલ નહીં આ ઇસમની પૂછપરછ કરતા સલમાન મન્સૂરી (રહે.જેનબ ટાઉનશીપ, આણંદ) હોવાનું તેમજ આ ખાતર સલુણ (રહે.નડિયાદ)માં સહકારી મંડળી ચલાવતો વિપુલ ચૌહાણ આપી જતો હતો તેને યુરિયા ખાતર ભરેલ થેલીના રૂપિયા 305 જ્યારે લાલ કણવાળા ખાતર ભરેલ થેલીના રૂપિયા 290 ચૂકવવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. આ રાસાયણિક ખાતરની થેલીઓ ભેગી કરી રીપેકિંગ કરી ઊંચા ભાવે હષલ પટેલ નામનો ઇસમ ચિખલી ખાતે આવેલ કંપનીમાં મોકલતો હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. બનાવ અંગે વડતાલ પોલીસે સલમાન સલીમ મન્સૂરી, વિપુલ ચૌહાણ તેમજ હષલ પટેલ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application