મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં ગુનખડી ગામનાં સરપંચ ફળિયામાંથી વિદેશી દારૂનું વેચાણ કરતો એક ઈસમ પોલીસ રેઈડમાં ઝડપાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો રવિવારનાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢનાં ગુનખડી ગામનાં સરપંચ ફળિયામાં રહેતો એક ઈસમ પોતાના ઘરે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યાએ જઈ રેઈડ કરતા એક ઈસમ હાજર મળી આવ્યો હતો.
જોકે પોલીસે હાજર ઈસમનું નામ પૂછતા, તેણે પોતાનું નામ પ્રજ્ઞેશભાઈ ઉર્ફે પીન્ટુ અનિલભાઈ ગામીત હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે પ્રજ્ઞેશ ઉર્ફે પીન્ટુને સાથે રાખી તેના ઘરમાં તપાસ કરતા વગર પાસ પરમીટે એક મીણીયા કોથળામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 43 નંગ બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારી રવિન્દ્રભાઈ વસાવાની ફરિયાદનાં આધારે ઝડપાયેલ પ્રજ્ઞેશ ઉર્ફે પીન્ટુ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application