Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડાની ગ્રામ પંચાયત પાસે વરલી મટકાનો જુગાર રમતા એક પકડાયો

  • March 12, 2023 

મનિષા એસ.સુર્યવંશી/વ્યારા : કુકરમુંડામાંથી વરલી મટકાના અંકો પર જુગાર રમતા એક જુગારીયાઓને સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યો હતો, જોકે પોલીસ રેડ જોઇને કેટલાક જુગારીયાઓ નાશી છુટ્યા હતા.


મળતી માહિતી મુજબ નિઝર પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે ગતરોજ કુકરમુંડા ગામે ગ્રામ પંચાયત પાછળ કેટલાક ઈસમો જુગાર રમતા હોય, બાતમીના આધારે જુગાર સ્થળે પોલીસે રેડ કરી હતી જોકે પોલીસ રેડ જોઈને કેટલાક જુગારીયાઓ નાશી છુટ્યા હતા, જયારે શંકરભાઈ ગોનાભાઈ વળવી રહે,રાજપુર તા.કુકરમુંડા નાને જુગારના સાધનો, કાપલીઓ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસકર્મીની ફરિયાદના આધારે પકડાયેલા જુગારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application