ઉચ્છલ તાલુકાના આમોદા ગામમાં રહેતો રામુભાઈ સુરજીભાઈ વળવી મુંબઈ થી નીકળતા વરલી મટકા ના ટાઇમ બજાર આંકડા ઉપર ગેરકાયદેસર રીતે બહાર થી ગ્રાહકો બોલાવી પૈસા વતી હારજીતનો જુગાર રમાડતો હોય આજરોજ ઉચ્છલ પોલીસ ની રેઇડમાં ઝડપાઈ ગયો હતો.
પોલીસે તેની પાસેથી જુગારના સાધનો સહિત તેની અંગ ઝડતી દરમિયાન રોકડ રૂપિયા 560/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હ્તો.બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ આશિષભાઈ કિશનભાઈ ની ફરિયાદના આધારે રામુભાઈ વળવી વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application