કાકરાપાર પોલીસ મથકની હદમાં આવેલ શાંતિ સ્ટોન કવોરીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી ૪૪ વર્ષીય શખ્સનું મોત નિપજ્યું હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર વ્યારા તાલુકાના કાકરાપાર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં વાઘપાણી ગામે શાંતિ સ્ટોન કવોરીની સામે આવેલ ઊંડા ખાડામાં તા.૭મી ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ પરેશભાઈ અમૃતભાઈ સોલંકી (ઉ.વ.૪૪) રહે,બામણાવેલ ગામ તા.ચીખલી-નવસારી નાનો સ્ટોન કવોરીની સામે આવેલ વરસાદના પાણીના ખાડામાં ન્હાવા માટે ખાડાના પાણીમાં ઉતર્યો હતો જોકે ઊંડા પાણીમાં ડૂબી જવાથી તેઓનું મોત નિપજ્યું હતું. પરેશભાઈનો મૃતદેહ તા.૮મી ઓગસ્ટ ૨૦૨૨ નારોજ મળી આવ્યો હતો.બનાવ અંગે ધ્વનીકભાઈ પરેશભાઈ સોલંકી રહે, બામણાવેલ ગામ તા.ચીખલી-નવસારી નાઓની ફરિયાદના આધારે કાકરાપાર પોલીસે અકસ્માત મોત બનાવ દાખલ કરી નીમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application