મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલના કટાસવાણ ગામની સીમમાંથી પસાર બસ સ્ટેશન પાસેના રોડ પર બાઈક ચાલકે ચાલતા ચાલતા આવતાં બે રાહદારીને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો જેથી આ અકસ્માતમાં એકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું અને એકને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ઉચ્છલના કટાસવાણ ગામનાં બોંડા ફળિયામાં રહેતા રૂપાનભાઈ નપુરીયાભાઈ ગામીત (ઉ.વ.૫૫) અને શાંકુભાઈ કાતુડીયાભાઈ ગામીત (રહે.સાકરદા ગામ, ઉચ્છલ)નાઓ ગત તારીખ ૧૩/૦૮/૨૦૨૪ના રોજ બંને જણા કટાસવાણ ગામમાં આવેલ રસ્તાની બાજુમાં ચાલતા ચાલતા જતાં હતા તે સમયે અરૂણભાઈ બાલુભાઈ કોંકણી (રહે.ફૂલવાડી ગામ, ઉચ્છલ)નાએ તેમના કબ્જાની બાઈક નંબર જીજે/૨૬/એસી/૨૪૪૧ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રસ્તા પર ચાલતા બંને રૂપાનભાઈ અને શાંકુભાઈને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.
જોકે આ અકસ્માતમાં રૂપાનભાઈને જમણા પગે તથા કમરના ભાગે તથા માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું, જયારે શાંકુભાઈને જમણા પગે ઈજા પહોંચી હતી. અકસ્માત અંગે મનુભાઈ સતાભાઈ ગામીત નાએ તારીખ ૨૩/૦૮/૨૦૨૩ના રોજ ઉચ્છલ પોલીસ મથકે બાઈક ચાલક અરૂણભાઈ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500