અરૂણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું એક ચીતા ચોપર ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક અધિકારીનુ મોત થયુ છે, જ્યારે બીજો ઘાયલ છે આ ચોપર અરૂણાચલ પ્રદેશનાં તવાંગમાં સવારે નિયમિત ઉડાન બાદ દુર્ઘનાગ્રસ્ત થયુ હતુ. સેનાએ જણાવ્યુ કે, ચીતા ચોપર પર બે પાયલટ સવાર હતા. ક્રેશ થયા બાદ બંનેને નજીકનાં હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.
પરંતુ લેફનન કર્નલ યાદવ ગંભીર રૂપથી જખ્મી હતા. તેથી તેમણે સારવાર દરમિયાન જ દમ તોડી દીધો. જ્યારે બીજા પાયલટની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સેનાનું એક ચીતા હેલિકોપ્ટર આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખાની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ હતુ. આ ઘટનામાં પણ પાયલટનું મોત થયુ હતુ. જ્યારે કો પાયલટ ગંભીર રૂપથી ઘાયલ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application