Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વધુ એક યુવકને ક્રિકેટ રમતી વખતે આવ્યો હાર્ટ એટેક, એક મહિનામાં ચારના મોત

  • February 19, 2023 

રાજકોટમાં એક મહિનામાં યુવાન વયે રમતાં રમતાં ચાર યુવાન હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે. ત્યારે આજે વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયાની ઘટના સામે આવી છે.



આજકાલ યુવાનોમાં હાર્ટ એટેકને કારણે મોત થવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે આવા જ કંઇક બનાવ રાજકોટમાં સામે આવ્યા છે. રાજકોટમાં  ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવતા વધુ એક યુવાનનું મોત થયુ છે. રેસકોર્સના માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમમાં હાર્ટ એટેકથી મોત થવાની વધુ એક ઘટના સામે આવી છે.  ક્રિકેટની ચાલુ મેચ દરમિયાન 35 વર્ષિય યુવકને હાર્ટઅટેક આવ્યો હતો. યુવકને એક પછી એક ત્રણ જેટલા હાર્ટ એટેક આવ્યા હતા. જે પછી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જે પછી ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.રાજકોટમાં છેલ્લા એક માસમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોતની આ ચોથી ઘટના સામે આવી છે.



આ પહેલા રાજકોટમાં બની હતી ઘટના

આ પહેલા રાજકોટમાં એક દિવસમાં રમત રમતા બે યુવકોનું મોત થયુ હતુ. એકનું ક્રિકેટ રમતા અને અન્ય યુવકનું ફુટબોલ રમતા મોત થયુ હતુ. હજુ તો ચાર દિવસ પહેલા જ રાજકોટમાં એક યુવકનું ક્રિકેટ રમતા મોત થયુ હતુ. ડીસામા રહેતા ભરત બારૈયા રાજકોટમાં પિતરાઇ બહેનના દીકરાના લગ્નપ્રસંગ માટે આવ્યા હતા. ત્યારે વહેલી સવારે તે શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમવા ગયા હતા. ભરત બારૈયા ક્રિકેટ રમી પોતાના ઘરે પરત ફરતા હતા તેમને તે સમયે રસ્તામાં જ હાર્ટ એટેક આવ્યો હતો. આથી સાથે રહેલા મિત્રોએ 108ને જાણ કરતા 108નીટીમ તાત્કાલીક દોડી આવી હતી. પરંતુ ઇએમટીએ ભરતને મૃત જાહેર કર્યો હતો.



સુરતમાં પણ ક્રિકેટ રમતા યુવકને આવ્યો હાર્ટ એટેક

સુરતમાં ક્રિકેટ રમતી વખતે વરાછાના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયુ છે. 27 વર્ષિય પ્રશાંત ભરોલીયાને છાતીમાં દુઃખાવો ઉપડ્તા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ 27 વર્ષિય યુવકનું મોત થયુ છે. યુવક કેનેડામાં એન્જિનીયરિંગનો અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યુ છે.




વિદ્યાર્થીઓને નાસ્તો કરીને સ્કૂલ-કોલેજમા મોકલો

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 5થી 7 વર્ષમાં યુવાઓને પણ હાર્ટ એટેક આવવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. આ વિશે તબીબોનુ કહેવુ છે કે, કોરોના પછી આવા કિસ્સાઓ વધ્યા છે. છેલ્લા 10 દિવસથી ઠંડીનું જોર વધી રહ્યું છે. આ સીઝનની ઠંડી કેટલાક વર્ષો પછી અનુભવી છે. તેથી વિદ્યાર્થીઓએ નાસ્તો કર્યા બાદ જ કોલેજ કે સ્કૂલમાં જવું જોઈએ. જો વિદ્યાર્થીઓને તાવ, શરદી હોય તો સ્પોર્ટસ એક્ટિવિટી ન કરવી જોઈએ. હાલમાં શરદીના કારણે ઘણા લોકોને દમ થાય છે. તેથી સ્ટ્રેસફુલ એક્ટિવિટીથી પણ દૂર રહેવુ જોઈએ..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application