Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારા માલેગામ ઘાટમાર્ગમાં ટેમ્પો અને ટ્રક વચ્ચેનાં અકસ્માતમાં એક ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડાયો

  • June 16, 2024 

સાપુતારા માલેગામ ઘાટમાર્ગમાં આવેલા યૂ-ટર્ન પર આયશર ટેમ્પોના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટેમ્પો પલટી ગયો હતો. ત્યાંથી પસાર થતી દશ વ્હીલર ટ્રક રિવર્સ થઈ પલટી ગયેલા ટેમ્પો સાથે અથડાતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર યૂ ટર્ન પર નાસિકથી શેરડી ભરી સુરત જઈ રહેલા આયશર ટેમ્પો નંબર GJ/13/AW/461નાં  ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા ટેમ્પો માર્ગ ઉપર પલટી ગયો હતો.


ટેમ્પોના ચાલકને ઈજા પહોંચી હતી. જેને નજીકના દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સમયે માલેગામથી સાપુતારા તરફ જતી દશ વ્હીલર ટ્રક નંબર MH/12/SX/8937 યૂ ટર્ન પર આવી રિવર્સ થઈ પલટી ગયેલા ટેમ્પો સાથે અથડાઈને ખોટકાઈ જતા એક તરફ વાહન વ્યવહારને અસર પહોંચી હતી. જોકે એક તરફનો રોડ ખુલ્લો હોવાથી વાહન ચાલકો અને પ્રવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. અકસ્માત અંગે સાપુતારા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application