નિઝર-કુકરમુંડા રોડ પર બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, બે ટ્રકો સામસામે ધડાકાભેર અથડાતા બંને ટ્રકના ચાલકો ખરાબ રીતે ટ્રકો માં ફસાયા હતા, જેને બહાર કાઢીને સારવાર અર્થે ખસેડવાની કવાયત હાથ ધરાઈ હતી.. દરમ્યાન એક ટ્રક ચાલકનું સારવાર અર્થે લઈ જતા મોત નીપજ્યું હતું..
મળતી માહિતી અનુસાર નિઝર તાલુકાના કાવઠા ગામની સીમમાં આવેલ પુલ ઉપર શુકવારે ટ્રક નંબર જીજે/16/એયુ/6948 અને એમએચ/20/ડીઈ/4377 બંને ટ્રકો સામસામે ધડાકાભેર અથડાઇ હતી, જેને પગલે બન્ને ટ્રકો ના ચાલકો ખરાબ રીતે ટ્રકો ની કેબિનમાં ફસાઈ ગયા હતા, નિઝર પોલીસે ઘટના સ્થળે પહોંચી ચાલકો ને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
અકસ્માત ને પગલે રસ્તા પર ડીઝલ ઢોળાયેલું હોવાથી આગ ન લાગે તે માટે પાણીના ટેન્કર મંગાવાયા હતા. બીજી તરફ ગેસ કટર ની મદદથી ટ્રક ચાલકોને બહાર કાઢવા માં આવ્યા હતા.
આ ગોઝારી ઘટના માં એક ટ્રક ચાલક પ્રકાશચંદ્ર બદ્રીપ્રસાદ અગ્રવાલ (ઉ.વ.50) રહે, સેલંબા ગામ તા.કુકરમુંડા જી.તાપી નાને સારવાર અર્થે લઇ જતા હતા તે દરમ્યાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક ને ગંભીર ઇજા પોહચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા માં આવ્યો હતો
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500